/connect-gujarat/media/media_files/2025/08/04/amod-2025-08-04-19-32-33.jpg)
આમોદમાં ચોંકાવનારી ઘટના આવી પ્રકાશમાં
નવજાત બાળકીને ત્યજીને અજાણ્યા શખ્સો ફરાર
ગંભીર અવસ્થામાં બાળકીને ત્યજી દેતા લોકોમાં રોષ
ભરૂચ સિવિલમાં બાળકી સારવાર હેઠળ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં જન્મ બાદ જ લોહી લુહાણ અવસ્થામાં નવજાત બાળકીને કોઈ અજાણ્યા શખ્સ દરબાર ગઢની મકાનની પાછળની ગલીમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા.આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યા અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને માસુમ બાળકીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા.
આ ઘટનામાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી,અને બાળકીનો કબજો મેળવ્યો હતો.તેમજ આ અંગે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.વધુમાં બાળકીને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ધનિષ્ઠ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.