અંકલેશ્વર-જંબુસરમાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેતીના ઉભા પાકને નુક્શાનની શક્યતા

અંકલેશ્વરમાં આજે સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ પહેલાં પણ માવઠું નોંધાયું હતું....

New Update
  • અંકલેશ્વરના વાતાવરણમાં પલટો

  • કમોસમી વરસાદ વરસ્યો

  • જંબુસરમાં પણ વરસાદ

  • ખેતીના ઉભા પાકને નુકશાનની શક્યતા

અંકલેશ્વર અને જંબુસર પંથકના વાતાવરણમાં ત્રણ દિવસ બાદ ફરી એકવાર પલટો આવ્યો હતો. સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંકલેશ્વરમાં આજે સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ પહેલાં પણ માવઠું નોંધાયું હતું અને ફરીથી થયેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ હળવા થી મધ્યમ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાસ કરીને ઘઉં અને શાકભાજીના પાકને નુકશાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. શહેરમાં ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ તરફ જંબુસરના કોરા સહિતના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારના સમયે વરસાદ વરસ્યો હતો જંબુસર પંથકમાં વરસાદ વરસતા કપાસ તુવેર અને મગના પાકને નુકસાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories