New Update
ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ
વોર્ડ નંબર 6માં યોજાયો કાર્યક્રમ
વિકાસના કામોનું કરાયુ ખાતમુહૂર્ત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
રૂ.1.50 કરોડનો કરવામાં આવશે ખર્ચ
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં રૂપિયા 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.વોર્ડ નંબર 6માં રૂપિયા 90 લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે જ રૂપિયા 1.50 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારની આઉટ રીચ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર 6માં અત્યાર સુધી રૂપિયા 4 કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
Latest Stories