New Update
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા લખાયો પત્ર
ઉદ્યોગકારોને અપાય સૂચના
વાહનો કંપનીમાં જ પાર્ક કરવાના રહેશે
ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા પ્રયાસ
મોટા વાહનોના કારણે થાય છે ટ્રાફિકજામ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી સુધી કંપનીના વાહનો તેના કમ્પાઉન્ડમાં પાર્ક કરવા આદેશ આપવામાં આવ્યો છે. ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા ઉદ્યોગ મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી સુધીમાં આવેલ કંપનીઓને 10 હજાર ચોરસ મીટરથી વધુના પ્લોટ ફાળવવામાં આવ્યા છે.તેમ છતાં તેઓના કંપનીમાં આવતા ભારે વાહનો અને કર્મચારીઓના વાહનો બહાર મુકાવી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતની ઘટનાઓ સામે આવે છે જેને પગલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને લેખિતમાં જાણ કરી તેઓના વાહનો માટે કંપનીની અંદર પાર્કિંગ સુવિધા ઉભી કરી ત્યાં પાર્ક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્ય માર્ગને અડીને જ મોટા વાહનો ઉભા કરી દેવતા આ માર્ગ પર ટ્રાફ જેમની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે મોટા વાહનો અંદર પાર્ક થવાથી અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકશે..
Latest Stories