-
UPL-12 સામે ગ્રામજનોનો વિરોધ
-
કડોદરા ગામના લોકોએ ધરણા પ્રદર્શન યોજ્યું
-
લેન્ડ લુઝર્સ અને કોન્ટ્રાક્ટના કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ
-
વારંવારની રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં
-
ધરણા પ્રદર્શન બાદ કંપની સત્તાધીશો દોડતા થયા
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેની UPL-12 કંપનીમાં વાગરા તાલુકાના કડોદરા ગામના લેન્ડ લુઝર્સ અને કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કામદારો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કંપની મેનેજમેન્ટને કરવામાં આવી હતી.
પરંતુ તેઓના પ્રશ્નોનું કોઈજ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ કડોદરાના ગ્રામજનોએ કંપનીના ગેટ ઉપર પહોંચી વિરોધ નોંધાવી ધરણા પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો હતો.અને કંપનીના જવાબદાર અધિકારીઓ જ ગ્રામજનોની રજૂઆત ધ્યાને નહીં લેતા હોવા સાથે અવગણના કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વધુમાં કંપનીમાં કામ કરતા કડોદરા ગામના બે વ્યક્તિઓના અકસ્માત થતા તેઓને નોકરીમાંથી બહાના કરી કાઢી મુકવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.જ્યારે અન્ય પડતર પ્રશ્નો અંગે અનદેખી કરતા હોવાના આક્ષેપ કરાયા હતા.આજરોજ લોકોએ વિરોધ કરતા કંપનીના સત્તાધીશો દોડી આવ્યા હતા અને કામદારો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.