ભરૂચ : ઝઘડીયાની અવિધા પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર-નેટવર્ક સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકી…

અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે, તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે

New Update
  • ઝઘડીયાની અવિધા પોસ્ટ ઓફિસ વિવાદમાં આવી

  • છેલ્લા 3 મહિનાથી નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં

  • અવિધાના ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવ્યો

  • પોસ્ટ સેવાના અભાવના કારણે ગ્રામજનોને હાલાકી

  • વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી

 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામ સ્થિત પોસ્ટ ઓફિસ ખાતે મળતી સેવાઓના અભાવના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છેતેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે.

પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજનાવૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના કામકાજમાં અને પૈસાની લેવડદેવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વૃદ્ધ મહિલાઓને પોસ્ટ ઓફિસના કામ અર્થે આવે તો ધક્કા ખાવાનો વારો આવે છેતેમજ બાજુના ગામમાં જવાની ફરજ પડે છે.

સ્થાનિક પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગ્રામજનોએ ટેલીફોનિક જાણ કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. અવિધા ગ્રામ પંચાયત દ્વારા આ વાતની જાણ હેડ પોસ્ટ ઓફિસ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશેઅને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

#Bharuch News #Jhagadia News #post office #Avidha village #અવિધા પોસ્ટ ઓફિસ #Aviidha Post Office
Latest Stories