New Update
વાલિયામાં સોલાર પ્લાન્ટમાં ચોરીનો મામલો
પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા
પોલીસે કરી ચાર કેબલ ચોરની ધરપકડ
એક આરોપીને કર્યો વોન્ટેડ જાહેર
પોલીસે રૂ.2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી,અને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરીની ઘટના બની હતી,આ ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલવા માટે વાલિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાબતમીને આધારે કનેરાવ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવામાં આવી હતી,તે દરમિયાન બે બાઈક પર જતા ઈસમોને પોલીસે શંકાના આધારે રોકીને પૂછપરછ કરી હતી,અને પોલીસે તલાશી લેતા કેબલ વાયરના અર્ધ બળેલા ટુકડા અને તેમાંથી કાઢેલ કોપરનો જથ્થો મળી આવ્યો હતો,તેથી પોલીસે અરુણ વસાવા,વિપુલ વસાવા,રીત્વિક વસાવા અને નિલેશ વસાવાની અટકાયત કરીને સઘન પૂછપરછ કરતા તેઓએ કેબલ ચોરીની કબૂલાત કરી હતી.અને પોલીસે ચાર આરોપીની ધરપકડ સાથે કોપર વાયર તેમજ બે બાઈક મળીને કુલ રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે અન્ય એક આરોપી કિરણ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
Latest Stories