ભરૂચમાં ઘર ભાડે આપતા પહેલા મકાન માલિકો ચેતજો,જિલ્લા પોલીસે જાહેરનામાનો ભંગ કરતા 64 લોકો સામે કેસ ફાઈલ

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 64 મકાન માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી

New Update
bharuch rant
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 64 મકાન માલિકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ  દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,જેમાં ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી છે,પરંતુ તેમ છતાં કેટલાક મકાન માલિકો આ બાબતે ઉદાસીન રહીને ભાડા કરારની નોંધણી નથી કરાવી.
ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં SOG,ભરૂચ બી ડિવીઝન,શહેર સી ડિવિઝન,ભરૂચ તાલુકા પોલીસ, નબીપુર, મેરિન, આમોદ,અંકલેશ્વર બી ડિવિઝન,ઝઘડિયા પોલીસ સ્ટેશન,ઝઘડિયા જીઆઇડીસી,રાજપારડી અને નેત્રંગ પોલીસ સ્ટેશન મળીને કુલ 64 જેટલા મકાન માલિકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. 
Latest Stories