New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ
ગામની સીમમાં કચરાનો કરાયો નિકાલ
ઉદ્યોગોમાં વપરાતા પાટીયાનો નિકાલ
રસ્તો બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી
જવાબદારો સામે કાર્યવાહીની માંગ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં વેસ્ટનો નિકાલ કરવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
અંકલેશ્વર નજીક NH-48ને અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વેસ્ટનો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવ્યો છે.ગૌચરની જમીનમાં વેસ્ટ ઠાલવાતા ખેડૂતો અને પશુપાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. પશુઓ માટે ફાળવેલી જમીનમાં કચરો નાખવામાં આવતા પશુચારો અને આવાગમન પર અસર પડી રહી છે.સ્થાનિક ખેડૂતો દ્વારા આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Latest Stories