અંકલેશ્વર: GIDCમાં પાણીનું વહન કરતી લાઈનમાં 4 સ્થળોએ ભંગાણ, વોટર સપ્લાય અટકાવી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી...

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ

  • પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ

  • 4 સ્થળોએ ભંગાણ હોવાનું બહાર આવ્યું

  • 500 ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

  • યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું

અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાર સર્જાતા 500 થી વધુ ઉદ્યોગો અને રહેણાટ વિસ્તારમાં વોટર સપ્લાય અટકી ગયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે ૩૦થી વધુ દિવસ બંધ રહ્યા બાદ હવે જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. નોટીફાઇડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં ચાર સ્થળોએ ભંગાણ સર્જાયુ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગતરોજ સાંજથી 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય બંધ કરી પાણીકાપ આપવામાં આવ્યો છે.
ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન ઠપ્પ થયું નથી. પરંતુ સમસ્યા લાંબો સમય રહે તો મોટી ચિંતા નકારી શકાય નહિ.આ તરફ યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલ સવારથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમારકામની કામગીરીનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું