New Update
ભરૂચના વાલિયાના ડહેલી ગામ નજીકનો બનાવ
કીમ નદીના પાણી ફરી વળ્યા
ડહેલી ગામ નજીક ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યાં
વાહનવ્યવહાર થયો બંધ, 5મી વખત પાણી ફરી વળ્યા
ભરૂચ વાલિયાના ડહેલી ગામ પાસે કિમ નદીના પાણી ડાઈવર્ઝન પર ફરી વળતા ભારે વાહનો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદની પગલે કિમ નદી ગાંડીતુર બની છે. જે નદીના પૂરના પાણી વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાઈવર્ઝન સિઝનના પાંચમી વાર ફરી વળ્યાં હતા.જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.ત્યારે ભારે વાહનો માટે એક માત્ર વૈકલ્પિક માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા હતા.જેને પગલે તેઓએ ભારે રોષ ઠાલવ્યો હતો.
Latest Stories