અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર પ્રભાવિત

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....

New Update
  • અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ

  • ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો

  • કડકિયા કોલેજ નજીક પાણી ભરાયા

  • માર્ગ પર જાણે નદી વહી, વાહનવ્યવહાર પ્રભાવિત

અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.કડકિયા કોલેજ નજીક મુખ્યમાર્ગ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.જેને પગલે વાહન વ્યવહાર બંધ થયો હતો.
લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા હતા.જ્યારે ભારે વાહનો ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે.તો નાના વાહન ચાલકો માટે આ સ્થળેથી પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો છે.જેને કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો અટવાયા હતા.હાલ તો અંકલેશ્વર-સુરતની જોડતો સ્ટેટ હાઇવે નદીમાં ફેરવાયો છે.
Latest Stories