ભરૂચ : જંબુસરના ધારાસભ્યની આવી કેવી ગેરંટી..!, 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ ખખડધજ થઈ ગયો...

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નં. 64 ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા મતવિસ્તારના ધારાસભ્યએ રોડની ગુણવત્તા માટે આપેલી 25 વર્ષની ગેરંટીવાળી વાતની ધજીયા ઉડી ગઈ છે.

ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને ત્રણ મહિના પહેલા જ રૂ. 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો. જેમાં આમોદ નગરના બત્રીસી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો. જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાણી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં જ પ્રથમ વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રૂ. 13 કરોડના ખર્ચે બનેલો રોડ પણ 3 મહિનામાં જ તૂટી ગયો હતો. જેની ગાંધીનગર ટ્રીબિનલ કોર્ટ ખાતે સ્થાનિક  જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ, સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થતો હોય તેમ સમગ્ર પંથકમાં અહીંનો બિસ્માર માર્ગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
#Bharuch #Gujarat #CGNews #Statement #road #DK Swami #Jambusar MLA
Here are a few more articles:
Read the Next Article