કોંગ્રેસનું ફરી એકવાર થશે વિભાજન? અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય ખળભળાટ

દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે

New Update
  • રાજકીય ક્ષેત્રે ખળભળાટ

  • અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું ટ્વીટ

  • અલગ પાર્ટી બનાવવાની કરી વિચારણા

  • બહેન મુમતાઝ પટેલે ટ્વીટથી છેડો ફાડયો

  • ફૈઝલ પટેલનું અંગત મંતવ્ય હોવાનું જણાવ્યું

કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના એક વિધિ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફૈઝલ પટેલે કોંગ્રેસના વિભાજનની વાત કરી છે તો તેની સામે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની પ્રતિક્રિયા પણ બહાર આવી છે.
દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળી રહ્યું છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને “Congress AP” નામની નવી રાજકીય પાર્ટી  અંગે વિચાર કરી રહ્યા છે.
ફૈઝલ પટેલે કહ્યું કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે, તેઓ પોતાનો સ્વતંત્ર રાજકીય માર્ગ બનાવવા ઈચ્છે છે.ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના  સમર્થકોને પૂછ્યું છે કે શું તેમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં.તેમણે તેમની બહેન મુમતાઝ પટેલને પણ સાથ આપવા અપીલ કરી હતી.
અહમદ પટેલના પુત્ર ફૈસલ અહમદ પટેલ તાજેતરના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી જ નવી પ્રતિક્રિયા સામે આવી છે. તેમની બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.મુમતાઝ પટેલે જણાવ્યું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના ભાઈ ફૈઝલ પટેલે જે નિવેદનો કર્યા છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
Latest Stories