અંકલેશ્વર : સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરતી પોલીસ

સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો.

New Update
  • મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

  • પોલીસે એક મહિલાની કરી ધરપકડ

  • સુરતથી ગાંજો લાવીને કરવામાં આવતો હતો વેપલો

  • પોલીસે 1.542 ગ્રામ કિંમત રૂ.15,420નો ગાંજો કર્યો જપ્ત

  • પોલીસે આ ઘટનામાં વધુ તપાસના કર્યા ચક્રો ગતિમાન  

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાંથી રૂપિયા 15,420 ના ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો.

પોલીસે ગુલશન દેવીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી.જેમાં આ ગાંજાનો જથ્થો સુરત કાલુ નામના ઈસમ પાસેથી લાવી વેચાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે 1.542 ગ્રામ ગાંજાનો જથ્થો રૂપિયા 15,420 તેમજ બે મોબાઇલ મળી કુલ રૂપિયા 18,920ના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories