ભરૂચ : શિક્ષણ વિભાગ-NCPCR દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે સાયબર સેફ્ટી અંગે કાર્યશાળા યોજાય

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલના આધુનિક યુગમાં સાયબર સેફ્ટી સહિત શાળામાં બાળકોની સલામતી અને સુરક્ષા માટે વ્યાપક માર્ગદર્શિકા પર સંવેદનશીલતાના ભાગરૂપે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજયુકેશન ઈન્સપેક્ટરતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, BRC કો-ઓર્ડિનેટર, CRC કો-ઓર્ડિનેટરપ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને SMC, SMDCના સભ્યો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, NCPCR ના કો-ઓર્ડિનેટર ઇર્શાદ અહમદજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદારના તજજ્ઞ વિશ્વજીત યાદવ, NCPCRના તજજ્ઞ સાયકોલોજીસ્ટ યોગીતા ખન્નાભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેકચરર ચંદ્રકાંત વસાવાએ ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષાસલામતી અને સાયબર ગુન્હાઓને લગતા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

 

Latest Stories