ભરૂચ: રૂંગટા વિદ્યાભવનમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો, 500 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો....

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રૂંગટા વિદ્યાભવનમાં આયોજન કરાયું

  • ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો

  • 500 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવનમાં નગર સેવા સદન દ્વારા ફાયર સેફટી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં નગરપાલિકા ભરુચના ફાયર સેફટી વિભાગના ફાયર ઓફિસર  શૈલેષ સાંસીયા અને તેમની ટીમ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના ધો-6 થી 10ના 500 વિદ્યાર્થી અને 50 શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.વર્કશોપમાં કુદરતી અને માનવસર્જિત આપદા પ્રબંધન અને અગ્નિ સુરક્ષા સબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ સરળ સ્પષ્ટ અને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આગ લાગવાની વિવિધ પરિસ્થિતિઓ, તાત્કાલિક પ્રતિભાવની પ્રક્રિયા, ફાયર એક્સટિંગ્યુંશરનો યોગ્ય ઉપયોગ સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
Latest Stories