ભરૂચ : ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યુંઅને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી

ત્યારે આજે તા. 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પારંપારિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાકોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાશેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ આગેવાનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.

 

#World Adivasi Divas #Netrang #Adivasi divas #Chaitar Vasava #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article