અંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

New Update

15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.