“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,

New Update
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • યોગ ફોર વન અર્થ વન હેલ્થ” થીમ હેઠળ આયોજન કરાયું

  • 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણી કરાશે

  • જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક મળી

  • યોગ દિવસ અન્વયે જિલ્લા કલેક્ટરએ વિસ્તૃત માહિતી આપી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે આગમી તા. 21 જૂનના રોજGNFC ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતે અન્વયે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના રમતગમત વિભાગ હેઠળ કરવામાં આવી છે. બોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક નાગરિકમાં યોગ અંગે જાગૃતતા ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં તા. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ શિબિર દ્વારા સમાજના દરેક વર્ગમાં યોગ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છેત્યારે આ વર્ષે પણ યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 21 જૂનના રોજ ભરૂચનાGNFC ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ સાથે જ ગ્રામ્યકક્ષાના કાર્યક્રમો પણ સરકારી શાળા સહિતના વિવિધ સ્થળો પર આયોજન હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં એડિશનલ કલેકટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories