New Update
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર તથા ભરૂચ ખાતે કુલ ૧૦૦ થી વધારે યોગ ટ્રેનર ટ્રેનિંગ સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ ટ્રેનર દ્વારા યોગ કક્ષા ચલાવવા, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અભિયાન, વિશ્વ હૃદય દિવસ તથા સોશિયલ મીડિયા દ્વારા યોગ સશક્તિકરણ માટે જાગૃતિ અભિયાન માટે શપથ લીધા હતા.
સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર રાજેશ પંચાલ,ભરૂચ જીલ્લા કોર્ડીનેટર ભાવિની ઠાકર, યોગ કોચ ,સોશિયલ મીડિયા કોર્ડીનેટર ઋષિકા વંજાનીએ યોગ સંવાદ દ્વારા યોગ ક્લાસ સશક્તિકરણ તથા સોશિયલ મીડિયા દ્વારા યોગ પ્રચાર અને પ્રસારનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ પ્રસંગે જી.એન.એફ.સીની એસ એન્ડ આર ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, વાઈસ પ્રેસિડેન્ટ યાકેશ પ્રજાપતિ, સેક્રેટરી દક્ષેશ પંચોલી, એન્જિનિયરિંગ કોલેજના હેડ વિશાલ પંચોલી ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
Latest Stories