New Update
/connect-gujarat/media/media_files/2025/12/24/ys-pareek-2025-12-24-11-27-50.png)
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમાજની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે જિલ્લાવાર તથા ઝોન મુજબ મીડિયા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકની જાહેરાત સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર તથા પ્રદેશ મીડિયા કન્વીનર નીતિન ખંભોળજા દ્વારા કરવામાં આવી હતી.
મીડિયા કન્વીનરોની નિમણુંક
નવ નિમણૂક કરાયેલા મીડિયા કન્વીનરોમાં સુરતથી ધ્રુવ સોમપુરા, ભરૂચથી યોગેશ પરીક, નવસારીથી પરેશ અધ્વર્યુ, ખેડાથી નચિકેત મેહતા, નડિયાદથી હેતાલીબેન મહેતા, આણંદથી કૌશલ પંડ્યા, પંચમહાલ (ગોધરા)થી રાજેશકુમાર જોશી, મહીસાગરથી સંદીપ દેવાશ્રયી, મહેસાણાથી ગિરીશ જોશી, ગાંધીનગર શહેરથી ચેતનભાઈ ત્રિવેદી, સાબરકાંઠાથી કમલેશ રાવલ, અરવલ્લીથી શૈલેષ પંડ્યા તથા પાટણ જિલ્લાના સિદ્ધપુરથી ધ્રુવકુમાર દવેનો સમાવેશ થાય છે. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા, કાર્યશીલતા અને સેવાભાવને ધ્યાનમાં રાખીને આ વરણી કરવામાં આવી હોવાનું સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે. નિમણૂક પામેલા તમામ કન્વીનરો સમાજના વિચારો, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને મીડિયા મારફતે વ્યાપક રીતે પ્રસારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories