ભરૂચ: શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું,

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રાધાવલ્લભ મંદિરે આયોજન

  • સુંદરકાંડ પાઠનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભરૂચના શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંદીપ પુરાણીએ તેમના મધુર કંઠે સુંદરકાંડ પાઠનું પઠન કર્યું હતું.શ્રાવણ માસ દરમિયાન સંદીપ પુરાણીએ પ્રતિદિન સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ લીધો છે અને આ પ્રસંગે તેમનો 14 મો પાઠ યોજાયો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભક્તોનું શ્રી રાધાવલ્લભ મંદિરના સંચાલક કમલેશ ગોસ્વામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
Latest Stories