ભાવનગર: એસ.ટીની નવ નિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.6 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

ભાવનગરમાં એસ.ટી.ની નવી કચેરીનું કરાયું લોકાર્પણ

રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

રૂ.762.62 લાખના ખર્ચે કચેરીનું થયું નિર્માણ

રાજ્ય સરકારે તાજેતરમાં જ કરી હતી 2800 બસોની ફાળવણી

ભાવનગરમાંથી 350 બસોનુ થાય છે સંચાલન

ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસ.ટી.ની નવનિર્મિત વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.6 લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેઆપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી  છે.તેમ જણાવી તેમણે કહ્યું કેગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. લોકોની પરિવહન સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકારે તાજેતરમાં જ ૨૮૦૦ થી વધુ બસની ફાળવણી કરી છે.  અને વાહન વ્યવહાર મંત્રીએ વધુમાં જણાવ્યું કેગુજરાત એસ. ટી. નિગમની ૩૫૦ જેટલી બસોનું સંચાલન ભાવનગર જિલ્લામાંથી થઈ રહ્યું છે.

આ નવનિર્મિત વિભાગીય કચેરી 753 ચો.મી. બિલ્ટઅપ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળથી વિવિધ સગવડોથી સજ્જ છે.આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાભાવનગરના મેયર ભરત બારડજિલ્લા પંચાયતના પ્રમુખ રૈયા મીયાણીધારાસભ્ય સેજલ પંડ્યા અને શિવા ગોહિલ, કલેકટર આર. કે. મહેતામ્યુનિસિપલ કમિશનર સુજીત કુમારજિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીએસ.ટી. નિગમના સચિવ રવિ  નિર્મલજનરલ મેનેજર કે. એસ. ડાભીમુખ્ય યાંત્રિક ઈજનેર એન. બી. સિસોદિયાવિભાગીય નિયામક રાજકોટ- ભાવનગરસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા તથા એસ.ટી. વિભાગના અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories