ભાવનગર : 48 વર્ષીય બ્રેઈન ડેડ મહિલાના લીવર અને 2 કિડનીનું અંગદાન, આ સાથે જ શહેરમાં 77મુ અંગદાન થયું...

અંગદાનના ઓર્ગન ડોનેટને એપોલોની ટીમ પણ ભાવનગર ખાતે હાજર રહી હતી.

New Update
ભાવનગર : 48 વર્ષીય બ્રેઈન ડેડ મહિલાના લીવર અને 2 કિડનીનું અંગદાન, આ સાથે જ શહેરમાં 77મુ અંગદાન થયું...

અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાનું 77મુ અંગદાન થવા પામ્યું છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા રંજન મકવાણાને ગત તા. 2 એપ્રિલના રોજ બ્લડપ્રેસર વધી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને બ્રેઈન હેમરેજ થતાં વધુ સારવાર અર્થે પ્રથમ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યારબાદ આરોગ્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર શ્રુત અને ડોક્ટર ગુંજીત દ્વારા રંજન મકવાણાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડો. કબીર બારૈયા અને ડો. કબારીયા દ્વારા બ્રેઈન ડેડ દર્દી રજનબેન ના પતિ અશોક મકવાણાને અંગદાન વિશે માહિતી આપતા તેઓ સહમત થયા હતા.

જેમાં રંજન મકવાણાના લીવર અને 2 કિડની અંગદાનરૂપે ભાવનગર શહેરથી અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ભાવનગર પોલીસની મદદથી ગ્રીન કોરીડોર કરીને બાય રોડ લઈ જવામાં આવ્યું હતું. જેમાં અંગદાનના ઓર્ગન ડોનેટને એપોલોની ટીમ પણ ભાવનગર ખાતે હાજર રહી હતી. આ અંગદાન થકી ભાવનગર શહેર અને જિલ્લાનું 77મુ અંગદાન થયું છે.

Latest Stories