ભાવનગર : 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ભાવનગર ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન

  • 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ

  • રસ-ગરબાની રમઝટ સાથે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું

  • રાજ્યના મુખ્યમંત્રીગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

  • ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર ખીલી ઉઠ્યું : મુખ્યમંત્રી

Advertisment

ભાવનગર ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ સંકુલ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનું ગત તા. 5 જાન્યુઆરી-2025ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપાડ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય તેમના દિશાદર્શનમાં 20252026 તથા 2029 એમ 3 વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ બન્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કેગુજરાતમાં આજે જે સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છેતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 20210માં ખેલે તે ખીલેના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી ગુજરાતના રમતવીરોમાં ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેદેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધવાનું છે. ગુજરાતમાં દેશના વિવિધ ફેડરેશનો સાથે મંત્રણા કરી અનેક રમતોનું આયોજન કરવાનો હેતુ છે. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતમેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણીસેજલ પંડ્યાફેડરેશન ઓફ એશિયન બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. કે. ગોવિંદરાજબાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આધાવ અર્જુનગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તથા ચેરમેન ઓફ સિલેક્શન કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શક્તિસિંહ ગોહિલગુજરાત ડીસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભાગીરથસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories