/connect-gujarat/media/post_banners/7569d5628b130d83df942650d9ca6a13239b8210b7c34952b7d78c40acef0c06.jpg)
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક સ્વપ્ન સાકાર સોસાયટીમાં આવેલ પાણીના ટાંકાનું કામ અધૂરું હોવાથી ટાંકાનું ઢાકણું ખુલ્લુ રહી ગયું હતું, ત્યારે 9 વર્ષીય યુગ નામનો બાળક રમતા રમતા પાણીના ટાંકા પાસે પહોચી ગયો હતો. જે અચાનક ખુલ્લા પાણીના ટાંકામાં ખાબક્યો હતો. જોકે, કલાકો વીતવા છતાં બાળકના માતા-પિતા આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ કરતા હતા, ત્યારે પાણીની ટાંકી ખુલ્લી દેખાતા ત્યાં જઈ તપાસ કરતા બાળક પાણીના ટાંકામાં પડેલુ જોવા મળ્યું હતું. જેને પરિવારે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હજાર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો, ત્યારે અકસ્માતે બાળકનું મોત નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.