/connect-gujarat/media/post_banners/8b4a656d3d3f0b6676101143d246ecdf8ac17591faaac0c1ff853c9975558478.jpg)
શ્વાનએ દરેક ફળિયામાં, દરેક શેરીમાં કે સોસાયટીની ગલીઓમાં જોવા મળતું પ્રાણી છે. શ્વાનને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે અને તેથી કેટલાય લોકો શ્વાનને પાળતાં પણ હોય છે. આપણા ઘરની આસપાસ રખડતાં શ્વાનોને આપણે પણ રોટલી કે અન્ય ભોજન આપતાં હોય છે. ભાવનગરના સરદાર ઓડીટોરીયમ પાસે રહેતાં એક આધેડ તેમના ઘરની આસપાસના શ્વાનોની કાળજી રાખતાં હતાં. બે દિવસ પહેલાં આધેડ બજારમાં જવા તેમના ઘરની બહાર નીકળ્યાં હતાં. તેઓ જેવા ઘરની બહાર નીકળ્યાં કે તરત તેમના ઘરની સામે ઉભેલી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. આધેડનો શર્ટ ગાયના શીંગડામાં ભેરવાય જતાં સ્થિતિ વિકટ બની હતી. ગાયે આધેડને ભેટીઓની સાથે લાતો મારી ગંભીર રીતે ઘાયલ કરી નાંખ્યાં.. આધેડને બચાવવા માટે રાહદારીઓ અને આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં પણ સૌથી પહેલાં દોડયાં હતાં શ્વાનો.. શ્વાનોએ આધેડને બચાવવાના પ્રયાસો કર્યા હતાં. બેકાબુ બનેલી ગાયે એક મહિલાને પણ ભેટી મારી પાડી દીધી હતી. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.....