New Update
/connect-gujarat/media/post_banners/15c8b5997ecd74b7ebbd67ec38bf20d73f5d46d3a75f2eb865f1f1a08fa276e9.webp)
ભાવનગર શહેરના એમ.જી.રોડ પર આવેલી દુકાનમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી.દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો
આજરોજ સવારે 7 વાગ્યા આસપાસ શહેરના મેઈન બજાર એમજી રોડ પર આવેલી નિશા મેડિકલની બાજુમાં આવેલી નોવેલ્ટીની દુકાનમાં એકાએક આગ લાગી હતી જોત જોતામાં આગની વિકરાળ લાગતા તાત્કાલિક કિશોરભાઈએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરવિભાગે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તથા આ આગમાં ફાયરવિભાગે 2 ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે
Latest Stories