/connect-gujarat/media/post_banners/2843c245587997435159d8f3fde5df658bd72c975e28ada466a971f22e3a0d94.jpg)
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગની ધરપકડ કરી ચોરીના 51 ગુનાનો ભેદ ઉકેલ્યો છે
ભાવનગર એલસીબી પોલીસે સિહોરમાં પેટ્રોલિંગ દરમ્યાન ઘાંઘળી ચોકડી પાસે અગાવ ચોરીમાં પકડાયેલા શખ્સ અને તેની સાથે વધુ બે શખ્સ મળી આવ્યા હતા. બાતમીને પગલે ચકાસતા અને પૂછપરછ કરતા ચોરીના ભેદ ખુલ્યા હતા. પોલીસે ત્રણેયને ઝડપી 51 મંદિરની ચોરીનો ભેદ ઉકેલયો છે અને સોના ચાંદીના ઘરેણાં અને રોકડ સાથે 60,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા આરોપીઓ મંદિરમાં દર્શન કરવાનાં બહાને જતા અને મંદિર બંધ હોય તો મંદિરનાં તાળા તોડી મંદિરમાં મુર્તિ ઉપર ચડાવેલ સોના-ચાંદીનાં દાગીનાંઓની ચોરી તેમજ દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી હતી. પોલીસે અતુલ ધકાણ સંજય સોની અને ભરત થડેશ્વર સામે ગુનો નોંધુંઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.