ભાવનગર: બાઇક ભટકાવા જેવી નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભાવનગર: બાઇક ભટકાવા જેવી નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં ગઈકાલે હર્ષદભાઈ ઝાપડિયા અને તેમના કુટુંબી ભાઈ પારસભાઈ ઝાપડિયા બંને સીતારામ પાનના ગલ્લા પાસે ઉભા હતા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવી અને તેમની સાથે બાઈક અથડાવ્યું અને બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક આ અજાણ્યા ઈસમો ઉગ્ર બની ગયા હતા, જે ઉગ્રતામાં તેની પાસે રહેલી છરી વડે હર્ષદભાઈ પર ઘા ઝીંકી દઈ તેઓની હત્યા કરી બંને ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાના પગલે ASP સફિન હસન સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટના અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી જેમા પોલીસે સંતોષ મકવાણા તેમજ રવિ મકવાણા નામના ઇસમોની ધરપકડ કરી હતી.પોલીસે તેમની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે બાઈક ભટકાવા બાબતે બોલાચાલી કરી અને છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

Latest Stories