ભાવનગર: સર.ટી હોસ્પિટલ ખાતે આવતા વિદ્યાર્થીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે પડતી મુશ્કેલી બાબતે કોંગ્રેસ દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ ફિટનેસ સર્ટી કઢાવવા માટે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને જે સર્ટીફિકેટ તાત્કાલિક મળવું

ભાવનગર: સર.ટી હોસ્પિટલ ખાતે આવતા વિદ્યાર્થીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે પડતી મુશ્કેલી બાબતે કોંગ્રેસ દ્વારા પાઠવાયુ આવેદનપત્ર
New Update

ભાવનગરની સિવિલ સર.ટી હોસ્પિટલ ખાતે આવતા વિદ્યાર્થીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે પડતી મુશ્કેલીઓ તેમજ વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડતા હોય જેને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.

ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ ફિટનેસ સર્ટી કઢાવવા માટે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને જે સર્ટીફિકેટ તાત્કાલિક મળવું જોઈએ તે સર્ટીફિકેટ બે દિવસે મળે છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે. વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ માટે અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં જવું પડે છે. ક્યા વિભાગમા જવાનુ હોય તે ખબર ના હોય જેને લઈને વિદ્યાર્થીઓને ભટકવું પડે છે.આ બાબતને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સર.ટી હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી.જોકે હોસ્પિટલ દ્વારા તેમની આ બાબતને ધ્યાનમાં લઇ અને યોગ્ય કામગીરી કરવાની બાહેધરી આપવામાં આવી હતી

#Gujarat #Congress #Connect Gujarat #BeyondJustNews #Students #Bhavnagar #Petition #Sir T Hospital #fitness certificate
Here are a few more articles:
Read the Next Article