ભાવનગર: PM મોદીના યોજાનાર કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાય,જવાહર મેદાનમાં યોજાશે સભા

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી

New Update
ભાવનગર: PM મોદીના યોજાનાર કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાય,જવાહર મેદાનમાં યોજાશે સભા

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી.

આગામી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામોને લઇ જયારે વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે ત્યારે તેના આગમન અંગેની તડામાર તૈયારીઓને લઇ કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ભાવનગર, બોટાદ અને અમરેલી જીલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં કિરીટસિંહ રાણા, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળ એવા જવાહર મેદાનની મુલાકાતે પહોચ્યા હતા અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.

Latest Stories