ભાવનગર : આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પાણીના કુંડનું વિતરણ કરાયું...

હાલ ઉનાળો શરૂ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ તરસ્યા જીવોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરબ એ પરમ પુણ્યનું કામ કહેવાય છે

New Update
ભાવનગર : આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને પાણીના કુંડનું વિતરણ કરાયું...

ઉનાળામાં કાળજાળ ગરમીના કારણે મનુષ્ય સાથે તમામ અબોલ પશુ-પક્ષીઓને પાણીની તરસ છીપાવવા માટે ભાવનગર આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડા અને કુંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ઉનાળો શરૂ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ તરસ્યા જીવોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરબ એ પરમ પુણ્યનું કામ કહેવાય છે, ત્યારે પહેલાના સમયમાં પૂર્વજો પાણીની પરબ બંધાવતા હતા. પરંતુ આજનો માણસ પાણીની તરસ છીપાવવા પાણીની બોટલ સાથે રાખે છે, અથવા ક્યાંય પણ પાણી માંગીને અથવા ખરીદીને પોતાની તરસ છીપાવતો હોય છે. પરંતુ અબોલ જીવોને વધુ તકલીફ પડતી હોય છે, ત્યારે મૂંગા જીવો માટે પાણીની કુંડીઓ પરબની ગરજ સારે છે. આવા મૂંગા જીવો માટે ભાવનગર આદ્યશક્તિ ફાઉન્ડેશન અને સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 3 ત્રણ અલગ અલગ સાઈઝના પાણીના પાત્રનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરી વિસ્તરમાં હાલ બહુમાળી બિલ્ડીંગો બની જતા પક્ષીઓને રહેવા માટે અનુકૂળ વૃક્ષો પણ ઘટી ગયા છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં માટીના પક્ષી ઘરનું પણ સામાજિક સંસ્થા દ્વારા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories