/connect-gujarat/media/post_banners/d7be8f82840af9f8295a013715aeb7220feef3380cb25649b2626539e3302903.jpg)
ભાવનગર જીલ્લામાં ભારે વરસાદના પગલે મણારી નદીમાં પુર આવતા અલંગ શિપયાર્ડ સંપર્ક વિહોણું થયું હતું
હવામાન ખાતાની આગાહીને પગલે ભાવનગર પંથકમાં મહુવા તળાજા સહિત ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ તાલુકાના ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યાં છે વહેલી સવારથી તળાજા તાલુકાના અનેક ગામોમાં ભારે વરસા શરૂ થયો હતો જેને લીધે સ્થાનિકોને વ્યાપક રીતે તારાજીનો સામનો કરવો પડ્યો છે. તળાજાના ત્રાપજ સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી ,નેરાઓમા ઘોડાપૂર આવ્યાં છે જેને લીધે ત્રાપજ ગામથી અલંગ શિપયાર્ડને જોડતા માર્ગ પર મણાર ગામ નજીકથી પસાર થતી મણારી નદીમાં ઘોડાપુર આવતા કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો રોડ ધોવાઈને વહી જતાં અલંગ શિપયાર્ડ સંપર્ક વિહોણું થયું હતું આ ઘટનાની જાણ તંત્રના અધિકારી તથા ધારાસભ્ય કનુભાઇ બારૈયાને થતા તેઓ સ્થપર દોડી આવ્યા હતા અને સ્થિતિની સમિક્ષા કરી હતી તથા પૂરના પાણી ઓસર્યે પછી અલંગ સાથે કનેકટીવીટી જોડવા કામગીરી હાથ ધરી હતી.જયારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પુલનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે