Connect Gujarat
ગુજરાત

ભાવનગર: જિલ્લામાં 100 ટકા વરસાદ થતાં તમામ ડેમ ઓવરફ્લો; ગૌરીશંકર તળાવનું પાણી ઘરોમાં ઘૂસી જતાં પરેશાની

X

ભાવનગરમાં વરસાદ 100 ટકા વરસતા જિલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલ ગૌરીશંકર તળાવ પણ ઓવરફલો થતાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને લોકોને હાલાકી ભોગવી પડે છે.

ભાવનગર શહેરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી સતત વધી રહ્યા છે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં નથી આવી. શહેરની ધોબી સોસાયટીમાં પાણી સતત વધી રહ્યા છે સાથે સ્થાનિક લોકોની સમસ્યા અને ચિંતામાં પણ વધારો થયો છે. ગઈ કાલે સતત વરસાદના કારણે શિવ ઓમ નગર સોસાયટી, ગૌરીશંકર સોસાયટી, ધોબી સોસાયટી સહિત અનેક સોસાયટી વિસ્તારમાં પાણી ઘુસ્યાં બાદ બોરતળાવના ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારની ભિકડા કેનાલના પાણીની આવક બંધ કરી તેને માલેશ્રી નદીમાં વાળી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ પાણીની આવક બંધ થતાં અહીં પાણી થોડા ઓસર્યા હતા જેથી સ્થાનિક લોકોને થોડી રાહત પણ મળી હતી પરંતુ સવારથી ફરી વરસાદ શરૂ રહેતા શહેરની ધોબી સોસાયટી વિસ્તારમાં ઢીચણ સમાં પાણી ફરી ભરાઈ ગયા હતા અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી એક પણ સ્થાનિક અધિકારી કે નેતા અહીં લોકોની ખબર પૂછવા ફરક્યા ન હતા.

Next Story