ભાવનગરમાં રાશન માટે અનોખી સેવાનો પ્રારંભ
અનાજ વિતરણ માટેATM સેવાની શરૂઆત
વૃદ્ધો અને અશક્ત લોકો માટે આશીર્વાદરૂપ સેવા
રાશન માટે લાંબી લાઇનમાં ઉભા રહેવામાંથી મળ્યો છુટકારો
લાભાર્થીઓ ફિંગરપ્રિન્ટ થકી સરળતાથી મેળવી રહ્યા છે અનાજ
ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટેATM શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનો માંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આATM શરૂ કરવામાં આવ્યું છે. આATM વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
ભાવનગરમાં રહેતા સવિતાબેનને વૃદ્ધાવસ્થામાં એકલતાની સમસ્યા સતાવી રહી છે. વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે તેમને હરવા-ફરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. આ સ્થિતિમાં પહેલા તે રાશન લેવા જતા ત્યારે લાંબી લાઈનના કારણે ખૂબ મુશ્કેલીઓ અનુભવતા હતા. ક્યારેક તો સવિતાબેન રાશન લીધા વિના પાછા ફરતા હતા. પરંતુ હવે,અન્નપૂર્ણા અનાજATMના કારણે સવિતાબેન દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે.
જ્યારે ઉર્મિલાબેને એક દાયકા પહેલા તેમના પતિને ગુમાવ્યા હતા. પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા માટે તે નાના-મોટા ઘરકામ કરે છે. પરંતુ રાશન–વિતરણ વખતે લાંબી લાઈનોના કારણે તેમનો સમય બગડતો અને કામે જઈ શકતા ન હતા. પણ હવે, ફક્ત પોતાની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી દર મહિને 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં અનાજATMથી સહેલાઈથી પ્રાપ્ત કરે છે.
આ ગ્રેઈનATMનો આજ સુધી 8,800થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે.આ પ્રોજેક્ટના અમલના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતામાં વૃદ્ધિ થઈ છે.
નાગરિક સેવા સુધી ન પહોંચી શકે તો સેવાને નાગરિક સુધી પહોંચાડવાનો ધ્યેયમંત્ર સાથે કાર્યરત ગુજરાત સરકાર ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન આણવાનો પ્રયાસ કરી રહી છે.આ સુશાસનની અનુભૂતિ ગરીબોના ચહેરા પર વર્તાઈ રહી છે.