/connect-gujarat/media/post_banners/106a386f1cd0a09850c2ea89a8e90d6422535cc30c4a9029f08cfab39f12fc4e.jpg)
ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા,તળાજા યાર્ડમાં હાલ કપાસ,મગફળી, બાજરો,ડુંગળી સહિતના પાકોની ભરપૂર આવક થઈ રહી છે.પરંતુ વર્ષ 2015 ના એક નિયમના અમલીકરણને લઈ થયેલો વિવાદ વધુ જટિલ બનતા વેપારીઓએ ખરીદી બંધ કરતા માર્કેટિંગ યાર્ડોમાં હરાજી અચોક્કસ મુદત માટે બંધની જાહેરાતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
દિવાળીના દિવસોને હવે ગણતરીની કલાકો બાકી છે.જ્યારે દિવાળી પર્વને સારી રીતે ઉજવવા ખેડૂતો પોતાની જણસોને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા હતા ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના બે યાર્ડમાં વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી તેમની જણસો ખરીદી કરવાનું બંધ કરતા યાર્ડમાં અચોક્કસ મુદત માટે હરાજી બંધ કરવી પડી છે.આ વિવાદનું કારણ છે વર્ષ 2015 માં આવેલો નિયમ કે જેમાં ખેડૂતો પોતાનો માલ ગુણ કે ગાંસડીમાં લેવા.તો તે સહિત વજન કરી જે જણસનો જે ભાવ હોય તે ચૂકવવો પરંતુ તેમાં વેપારીઓને નુકશાની સહન કરવી પડતી હોય ખરીદી બંધ કરી છે.મગફળી,ડુંગળી જેવા પાકને ગુણમાં ભરીને ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે લાવે છે.જે ગુણ એટલે કે બારદાનની કિંમત 50 રૂ.આજુબાજુ હોય અને કે સામાન્ય રીતે 1 કિલો આજુબાજુના વજનનું હોય જ્યારે મગફળીનો હાલનો ભાવ સામાન્ય રીતે 1500 પ્રતીમણ લેખે ગણીએ તો પણ કિલોના 75 રૂ.લેખે થતા વેપારીને નુકશાની સહન કરવી પડે છે.જ્યારે ખેડૂતો ગુણમાં જે માલ ભરી વેચાણ માટે લાવે તે ખાલી કરી વેચાણ કરે તો ખેડૂતોને નુકશાની સહજ કરવી પડે છે.આ વિવાદને લઈ યાર્ડ સંચાલકોએ તંત્ર સાથે વાતચીત કરી જે ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડમાં આવી ચૂક્યા છે તેની ખરીદી કરવામાં આવે જેથી ખેડૂતોની દિવાળી ન બગડે તે બાબતે ચર્ચા કરી કપાસની ખરીદી શરૂ કરી છે જ્યારે અન્ય જણસો અંગે વાટાઘાટ શરૂ છે.