Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી

ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.

X

ગુજરાતમાં વરસાદે લાંબો બ્રેક લેતાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલાં અનેક ગામડાઓમાં નિયમિત પાણી નહિ મળતાં પાંચ હજાર કરતાં વધારે લોકો હાલાકી ભોગવી રહયાં છે.

ભાવનગરના ભાલ પંથકમાં ભર ચોમાસામાં પાણીની તંગી પડી રહી છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાંચ હજાર કરતાં લોકો પાણી માટે વલખી રહયાં હોવા છતાં તંત્રની આંધળી આંખે સમસ્યા દેખાતી ન હોય તેમ લાગી રહયું છે. વલભીપુર પાણી પુરવઠા વિભાગ તરફથી દેવળીયા સંપ માંથી નિયમિતપણે ભાલ પંથકના કાળા તળાવ, નર્મદ, સનેસ, ખેતાખાટલી, માઢીયા જેવા ગામોને પાણીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી ગ્રામજનોને પાણી અનિયમિત મળતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે.

ભાલ પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે તેનું કામ પણ ગોકુળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નિયમિત પણે પીવાનું પાણી વિતરણ નહીં થાય તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતારવાની ફરજ પડશે. પાણી વિના લોકોનું રોજીંદુ જીવન પ્રભાવિત થયું છે ત્યારે પાણી પુરવઠા વિભાગના મંત્રી આ બાબતે અંગત રસ દાખવી અધિકારીઓને સુચના આપે તેવી પણ લોકોએ માંગણી કરી છે.

Next Story