ભાવનગર : ‘મનરેગા યોજના’ના નામ બદલવાના નિર્ણયના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન...

કોંગ્રેસના આગેવાનો દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવું મહાત્મા ગાંધીજીના વિચારોનું અપમાન હોવાનું જણાવી, આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી

New Update
Bhavnagar Congress

ભાવનગર શહેરમાં મનરેગા યોજનાના નામ બદલવાના નિર્ણયના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આવેલ ક્રેસન્ટ સર્કલ ખાતે મનરેગા યોજનાના નામ બદલવાના નિર્ણયના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ બેનરપોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરી ધરણા પર બેસી સુત્રોચાર કર્યા હતા.

Bhavnagar Congress

કોંગ્રેસના આગેવાનો દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવું મહાત્મા ગાંધીજીના વિચારોનું અપમાન હોવાનું જણાવીઆ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનને લઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર ક્રેસન્ટ સર્કલ ખાતે પહોંચી ગયું હતું. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Latest Stories