Connect Gujarat
ગુજરાત

ભાવનગર : કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કમિશનર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન, સીટી બસ સુવિધા કાર્યરત કરવા માંગ

X

આજે ભાવનગર શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી વિસ્તારથી કમિશનર કચેરી સુધી શહેરમાં ફરીથી સિટી બસ સેવા કાર્યરત કરવા કોંગ્રેસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

ભાવનગર મ્યુનિસિપલ સંચાલિત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલા સિટીબસ કોન્ટ્રાકટર વિભાગની ભરતનગર સિવાય કોઈપણ વિસ્તારમાં બસ ચાલતી રહી નથી. તેમજ ભાવનગરમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તારો વધ્યા છે. તેમાં પણ પાંચ ગામ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા છે છતાં આ ગામો તેમજ ભાવનગરના લગભગ તમામ વિસ્તારમાં સીટી બસ સુવિધાનો લાભ લોકોને મળતો નથી. જેથી ભાવનગર શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી વિસ્તારથી કમિશનર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. ભૂતકાળમાં ભાવનગર શહેરમાં ખૂબ સારી કહી શકાય તેવી સીટી બસ સુવિધા કાર્યરત હતી. જે હાલ સાવ નહિવત બની છે.હાલ માત્ર ચાર જેટલી સીટી બસની સુવિધા શરૂ હોય છે જ્યારે બીજી તરફ મોંઘવારી નો માર જેમાં પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવો ને લઈ સામાન્ય ગરીબ લોકો સિટીમાં દૂર જવા કે આવવા સીટી બસનો ઉપયોગ કરતા હોયછે. જે હાલ બંધ હોવાથી લોકોની પરેશાની નો અવાજ કોંગ્રેસે બની કમિશનરને આ સેવા ફરી પૂર્ણ રૂટ પર શરૂ કરવાની માંગ સાથે બાઇક રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.

Next Story