ભાવનગર: ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી ટોળકીના ચાર આરોપીઓની કરી ધરપકડ,રૂ. 3 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂ.૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે

New Update

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે અક્ષય પટેલ તથા તેના સાથીદારો નંબર પ્લેટ વગરના કાળા કલરના મોપેડ તથા બાઇક પર શંકાસ્પદ ચીજવસ્તુઓ સાથે નીકળવાના છે.જે ચીજવસ્તુઓ ચોરીની હોવાની શંકા છે.જે બાતમીના આધારે વોચમાં રહેતાં અક્ષયપટેલ, ઇમરાન ચૌહાણ,અલ્તાફશાદિવાન અને વિક્રમ બોલણીયાનામના ચારેય શખ્સોને ઝડપી પોલીસે વાહનો વિશે પૂછપરછ કરતા બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ચારેય શખ્સોની ધરપકડ કરી કરી આગવી ઢબે પૂછપરછ કરતા અલગ અલગ મકાનોને નિશાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓ પાસેથી રૂ.૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે