New Update
પતંગનું પર્વ ઉતરાયણ પૂર્ણ થતા જ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ, અગાસી, કોમ્પલેક્ષ સહિત માર્ગ પર લટકતા પતંગના દોરાઓને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લટકતા દોરા કે જે માનવી અને પશુ-પક્ષીઓ માટે પણ જોખમરૂપ બની જાય છે.
માળનાથ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉતરાયણના બીજા દિવસથી આ લટકતા દોરાને દૂર કરવાની કામગીરી હાથ ધરી તેનો નાશ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સતત 3 દિવસમાં અંદાજીત 23 કિલો જેટલા પતંગના લટકાતા દોરાને એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. માળનાથ ગ્રુપ દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજી વર્ષોથી આ પ્રકારનું સેવાકાર્ય કરવામાં આવે છે, ત્યારે સ્થાનિકોએ પણ માળનાથ ગ્રુપની કામગીરીને બિરદાવી હતી.
Latest Stories