/connect-gujarat/media/post_banners/f4b84cf9abbed6af3bd44bb4984de64b7e665d8827e0d59ca6978372c3d21877.jpg)
ભાવનગર શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે.શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેતા મહેસાણાના આશાસ્પદ એન્જિનિયર યુવકનું મોત નીપજ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં હાઇકોર્ટની ટકોર છતાં પણ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર જાણે સુધારવાનું નામ ન લેતું હોય તેવું લાગી રહ્યું છે. હજુ પણ તંત્રના પાપે કેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તે નક્કી નહીં કારણકે રખડતા ઢોરના કારણે વધુ એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. મહેસાણાથી રોજીરોટી કમાવવા માટે ભાવનગર આવેલા એન્જીનીયર યુવક રવિ પટેલ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો હોય અને ત્યારથી મામસા ફેક્ટરીએ પોતાના ધંધાર્થે બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે ટોપ થ્રિ સર્કલ પાસે રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જેને લઇ તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અહીં ઘણા લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે જેને લીધે દરરોજના ત્રણથી ચાર નાના મોટા અકસ્માતો થાય છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરીવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.