ભાવનગર : કેન્દ્રના હોલ માર્કિંગ નિર્ણય સામે સોની વેપારીઓમાં નારાજગી, ધંધા-રોજગાર રાખ્યા બંધ

ભાવનગર સોની વેપારીઓએ BISના નિયમ સામે વિરોધ નોંધાવી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા

New Update
ભાવનગર : કેન્દ્રના હોલ માર્કિંગ નિર્ણય સામે સોની વેપારીઓમાં નારાજગી, ધંધા-રોજગાર રાખ્યા બંધ

કેન્દ્ર સરકારના હોલ માર્કિંગ નિર્ણય મામલે સોની વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે ભાવનગર સોની વેપારીઓએ BISના નિયમ સામે વિરોધ નોંધાવી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.

Advertisment

કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદીના દાગીના પર BIS નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેના કારણે તમામ સોની વેપારીઓ રોષે ભરાયાં છે. જ્વેલર્સ મેન્યુફેક્ચરે દરેક ઘરેણા પર હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર નોંધવો પડશે. જેના વિરોધમાં સમગ્ર ગુજરાતના સોની વેપારી એસોશીએશન દ્વારા હડતાળ રાખવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરના તમામ જ્વેલર્સ એસોશીએશન દ્વારા સમર્થન જાહેર કરી પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા.

ભાવનગર સોની વેપારી એસોશીએશનએ ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એસોશીએશનના એલાનને સમર્થન આપ્યું છે. જાહેર કરાયેલા આ બંધમાં ભાવનગરના જેમ્સ એન્ડ જ્વેલરી એસોશીએશન, વોરા બજાર ચોકસી મંડળ, ભાદેવાની શેરી સુવર્ણકાર એસોશીએશન, પિરછલ્લા શેરી સુવર્ણકાર એસોશીએશન તથા શેરડી પીઠનો ડેલો સુવર્ણકાર એસોશીએશનના તમામ સભ્યો આ હડતાળમાં જોડાયા હતા.

Advertisment
Latest Stories