Connect Gujarat
ગુજરાત

ભાવનગર: શ્વાને લીધો ચાર માસની બાળકીનો ભોગ, પરિવારને ન્યાય મળે તે માટે તંત્રને રજૂઆત કરાઇ

ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતું

X

ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતુંજેને બાળકીને શ્વાન પાસેથી મુકાવી બાઈક પર હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ઘટનાને લઈને શહેરમાં રખડતા સ્વાન ને લઈને ભયનો માહોલ ફેલાનો છે

ભાવનગર શહેરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી-૨માં રહેતા અને કડીયા કામકરી પરિવારનું ગુજરાન ચલાવતાં હિંમત ભલીયા સવારે કામે ગયા હતા અને પત્ની તેમની ચાર માસની માસૂમ પુત્રીને ફળિયામાં રહેલાં ઘોડીયામાં સુવડાવી કપડા ધોવા ગયા હતા ત્યારે, શેરીમાં રખડતાં બે શ્વાન ત્યાં ધસી આવ્યા હતા અને માસૂમ બાળકીને ઢસડીને લઈ ગયા હતા. બન્ને શ્વાને બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખી હતી. જોકે હિંમતભાઈના ભાભી આવી જતાં તેમને શ્વાનના મોંમાંથી બાળકીને બચાવી લીધી હતી. ગંભીર અને લોહીયાળ હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવારમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી સાથે આધાત છવાયો હતો.

ભાવનગર ચિત્રાની ઘટનાને લઈને શહેરમાં રખડતા શ્વાનથી ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે તંત્ર દ્વારા એનિમલ બર્થ કન્ટ્રોલ રુમ અંતર્ગત શહેરમાં રખડતા શ્વાને પકડવાની તેમજ રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેવું જાણવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષ દ્વારા તંત્રની ઘોર બેદરકારીને લીધે બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ શ્વાનના રસીકરણ અને પકડવાની કામગીરી માત્ર કાગળ પરજ કરવામાં આવે છે. જયારે આ ઘટનાને લઈને સ્થાનિક કોર્પોરેટર અને કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘણી ભોગ બનનાર પરિવારના ઘરે પહોંચ્યો હતો અને પીડિત પરિવારને ન્યાય અને સહાય મળે તે માટે તંત્રને રજુઆત કરવાનું કહ્યું હતું.

Next Story