Connect Gujarat
ગુજરાત

ભાવનગર:જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન આઠ દિવસમાં પ્રોહિબિશનના ૯૬૦ કેસ કરાયા, રૂ ૧૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

X

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ડિસેમ્બર માસમાં પોલોસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને ૩૧ ડિસેમ્બર નજીક આવતા પોલીસ એલર્ટ બની અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ ચેક પોસ્ટ તેમજ શહેરી વિસ્તારના પ્રવેશ દ્વાર સહિતની જગ્યા ઉપર વાહન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનના કુલ ૩૪૬ કેસ નોંધાયા હતા. જેમાંથી દેશી દારૂના ૩૧૧ જ્યારે વિદેશી દારૂના ૩૫ કેસ ઈંગ્લીશ દારૂના કેસ નોંધી પોલીસ દ્વારા કુલ રૂપિયા ૧૬,૧૨,૨૬૯નો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં એમવી ૧૮૫ એક્ટના ૪૮ કેસ નોંધાયા હતા. જયારે એનસીના કુલ ૨૯૬ કેસ મળીને ૯૬,૧૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા આઠ દિવસમાં ચેકિંગ હાથ ધરી કુલ ૯૬૦ કેસ કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસુલાયો હતો.

Next Story