/connect-gujarat/media/post_banners/31b297fe41332c39054cd22beb0d2b1d52993b55e4645fa58eab69cccc6dfba2.jpg)
ભાવનગર ટ્રાફિક પોલીસ પોકેટ કેમેરાથી સજ્જ બની દંડ સહિત તમામ કાર્યવાહીનું હવેથી રેકોર્ડિંગ થશે.
ભાવનગર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હવે ટ્રાફિક પોઇન્ટ પર પોકેટ કેમેરા સાથે ફરજ બજાવતા જોવા મળશે. ભાવનગર શહેરમાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહેતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પોકેટ કેમેરા આપી દેવાયા છે. જે તેણે પોતાના ઉપરના ખીસ્સામાં લગાવવાના રહેશે. આ કેમેરામાં તમામ બાબત રેકોર્ડ રહેશે. ખાસ કરીને કોઇ વાહનચાલકને અટકાવવામાં આવે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે ઉધ્ધતાઇથી થતું વલણ અટકાવવા આ પ્રયોગ કરાયો છે. ટ્રાફિક પોલીસ સાથે કોઇ ગેરવર્તન કરશે તો આ કેમેરામાં થયેલા રેકોર્ડિંગના આધારે તેની સામે કાર્યવાહી થઇ શકશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ કર્મચારી પણ ગેરવર્તન કરશે અથવા અન્ય કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તે પણ આ કેમેરામાં રેકોર્ડ થઇ જશે. આમ ટ્રાફિક પોલીસ અને પ્રજા બંનેના હિતમાં આ પોકેટ કેમેરા કામ કરશે.