/connect-gujarat/media/post_banners/738d48fd30f6ce5e1a7c00518ad21a484361d326ce051e871da3e3a6352b7169.jpg)
ભાવનગર મનપા કમિશનરે રજાના દિવસોમાં પણ કાયદાનું પાલન કરાવવા શહેરમાં ડ્રાઈવ યથાવત રાખી છે. જેમાં 32 જેટલા લોકો પાસેથી રૂ. 1.40 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઇવ યથાવત રહી હતી, જ્યારે શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે કમિશનરની સૂચના અને સીધી દેખરેખ હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વાર તરસમયા, અકવાડા, ફ્રૂટ માર્કેટ, શાકમાર્કેટ, પીરછલ્લા, એમ.જી.રોડ તેમજ આજુબાજુના બજાર વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 32 જેટલા લોકોને દંડિત કરાયા હતા. જેમાં રૂપિયા 1.31 લાખ દંડ વસૂલ કરીને અંદાજિત 72 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ અલગ અલગ વિસ્તારમાંથી કુલ 32 લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 1.40 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.