ભાવનગર: પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ભાવનગર: પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment

ભાવનગર જિલ્લાના સણોસરા ગામે દાવડા શેરીમાં રહેતા મનસુખભાઇ ખોડાભાઇ કામળીયાએ વર્ષો પહેલા તેના ભાઈ બાબુભાઇ હાવલીયાનું અવસાન થતાં ભાભી સાથે દિયરવટુ વાળેલ હતું જ્યારે સાવકો પુત્ર કિશન હાવલીયા કોઇ કામધંધો કરતા ન હોય પિતા મનસુખ ભાઇ સાથે અવાર નવાર ઝઘડો થતો હતો. બે દિવસ પૂર્વે બોલાચાલી ઝઘડો થતા પિતા મનસુખભાઇએ ઉશ્કેરાઇ કિશનને માથાના ભાગે બે-ત્રણ લાકડાના ધોકા વતી મારતા ગંભીર ઇજા થતા સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા સંપૂર્ણ ઘટના હત્યામાં પરિણામી હતી. આ સઘળી બાબતે જાણ થતા મનસુખભાઇનો સગો દિકરો અજયભાઇએ પોતાના સાવકા ભાઇની હત્યાના ગુનામાં પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisment